Tuesday, July 2, 2013

To Continue my blog

અમે બ્લોગ બદલેલ છે.. જેથી બ્લોગ જોવા માટે                                                     અહી ક્લિક કરો....

To proceed my blog please click here....   

  બ્લોગ માં જવા માટે અહીં ક્લિક કરો 

Monday, June 24, 2013

ઉનાળા નો યાદગાર પ્રવાસ... (પ્રવાસ વર્ણન ૨)


             
                                   અગાઉની પોસ્ટ મા જણાવ્યા મુજબ સુરતથી દેરડીનો પ્રવાસ અમારે ૨*૧ સ્લિપીંગ કોચમાં કરવાનો હતો, લગભગ ૪૫૦ કિ.મી ની જર્ની મા બસો સામાન્યપણે સાંજ પછી ઉપડતી હોય છે. નાઈટ ડ્રાઈવીંગ કરીને સવારે ૧૦ વાગ્યાની આસપાસ પહોચાડે, અમારી બસનો ટાઈમ  રાત્રિ ના ૧૧ વાગ્યાનો હતો, લકઝરી બસોમા ફરવાની મજાપડે, અમે અમારા સોફા પર ગોઠવાઈ ગયા,(૨*૧ બસોમાં સીટો નથી હોતી,ત્યા બેડશીટ જેવા સોફા હોય છે.) ડબલબેડ જેવા મોટા સોફામા આરામથી લાંબા થયા, અમારા માસા અમને મુકવા આવ્યા હતા, બસ ઉપડી,ને ટાઈમ ક્યા જતો રહે ખબરજ ન પડે..આ બધી લાંબા રૂટની બસોમાં ૩ જેટલા હોલ્ટ થાય છે,દરેક હોલ્ટમાં નાસ્તા-પાણી કરીએ..!! અમારી બસમા ૩ હોલ્ટ તો થયા ઉપરાંત એક બોનસમા હોલ્ટ મળ્યો, કારણ કે સવારના લગભગ ૬ વાગ્યા હશે ને અમારી બસ ના ડ્રાઈવર સાહેબ કહે કે બસની ઓઈલ-પાઈપ ફાટી છે, અડધો કલાક જેવુ લાગશે,પણ આતો સારુ છે કે સામેજ હોટલ હતી તો પેસેન્જરોનો ટાઈમપાસ થઈ ગયો, ને લગભગ ૧૧:૪૫ વાગ્યે અમે મામા ના ઘરે પોહચ્યા...!! હાશ..લોંગ ડ્રાઈવ બાદ..!!

                                               ઘરમાં પોહચ્યા બાદ થોડીજ વારમાં ફ્રેશ થઈને જમવા બેઠા, ને અગાઉની પોસ્ટ જણાવ્યા મુજબ ખવડાવવાનું ચાલુ થયુ, કેરીનો રસ ખાવાની મજા આવી ગઈ, ત્યારબાદ સફર નો.....લોંગ ડ્રાઈવ નો થાક ઉતાર્યો, ને સાંજે ઉઠ્યાબાદ પરિવારજનો સાથે ગોષ્ઠી કરવામાં મોડી રાત થઈગઈ (હવે મોડા સુધી બપોરના આરામ બાદ ઉંઘ પણ ન આવે ને..!!) રાત્રે ધાબા પર ઠંડા પવન ની લહેરમાં આખુ પરિવાર (અમારા મામાને ત્યા જોઈન્ટ ફેમિલી છે.) મીઠી નીંદર માણતુ હોય..!! ગામડાના વાતાવરણની મહેક ખુબજ સૂંદર લાગે..!! 
   
                                            દેરડી ગામનો પરીચય આપવાનો તો રહી જ ગયો,,!! સોરી સોરી.. ગામ ની વાત કરું તો રાજકોટ જીલ્લાના ગોંડલ તાલુકાનુ સૂંદર ગામ, આમતો મોટુ ગામ છે, ત્યા સુરત શહેરની જેમ હિરાઉધોગ સારો ચાલે છે, દરેક વસ્તુઓ ગામમાં જ મળી રહે છે, શહેરમાં જવાની જરૂર નથી. અને ટ્રાંસ્પોર્ટેશન પણ સારુ એવુ છે, અમદાવાદ,રાજકોટ,સુરત વગેરે શહેરની બસો પણ ત્યાથી મળી રહે છે... હવે ત્યા વીજળી પાણીની પણ સમસ્યા નથી, તમામ પ્રકાર ના સાધનો ઉપલબ્ધ છે..

                                       હુ જે સમયે ત્યા ગયો હતો તે સમયમા રાજકોટ તથા સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમા દુકાળ ની સ્થિતિ સર્જાઈ હતી, જેથી પાણીની તકલીફો હતી. ૧૦ થી ૧૫ દિવસે પાણી આવે..!! ત્યા ખેતરમાં કુવો હોવાથી પાણી ત્યાથી ભરીને ટ્રેકટરમા લાવતા. ત્યા રાત્રે જમ્યાબાદ બરફગોલા ખાવા જતા...!! ખુબજ મજા આવતી બરફગોલા ની ડીસ ખાવાની...

                                     લગભગ ૧ અઠવાડિયુ ત્યા રોકાઈને અમે અમારા માસીયાઈને ત્યા ગયા,અનિડા નામનુ અમરેલી જીલ્લાનુ કુકાવાવ તાલુકા નુ નાનકડુ સૂંદર ગામ. ત્યા પણ લગભગ ૧ અઠવાડીયુ રહ્યા.સૌરાષ્ટ્રની મહેમાનગતી ખુબજ સૂંદર છે.ત્યા મહેમાનને ભગવાનની જેમ સાચવે. ત્યાથી એક દિવસ અમરેલી અમારા સબંધીને ત્યા રોકાયા, ને ત્યા થી દેરડી થઈને અમદાવાદ પરત. લગભગ ૧ મહીના જેટલુ ફરીને પાછા આપણા અમદાવાદ મા પાછા ફર્યા..!!
                

                                          


                                               

Wednesday, June 19, 2013

ઉનાળા નો યાદગાર પ્રવાસ... (પ્રવાસ વર્ણન ૧)

                                              ૯ મે ૨૦૧૩,સવાર ના ૬ વાગ્યાની સાથે જ અમારો સફર શરૂ થયો, ઉનાળાના આકરા તાપ અને અમદાવાદની ગરમી માં સવારની ઠંડક સારી લાગતી હતી,સફરની વાત પર આવીએ તો મારે અમારા સબંધીઓ ને ત્યા રહેવા જવાનુ હતુ,જેમા અમારા માસીયાઈ ભાઈ(કઝીન)પણ જોડાયા હતા,વેકેશન ના નિયમ અનુસાર દરેક બાળકો એમના મામા,માસા,માસી,કાકા,કાકી ના ઘરે જાય,તો અમે પણ બાકી કેમ રહી જઈએ ભાઈ..?? મોટા થયા તો શુ થયુ બરાબર ને..?? તેથી અમે પણ અમારી ટુર ઉપાડી... અમદાવાદ થી સુરત,સુરત થી મામા ને ત્યા દેરડી(રાજકોટ જિલ્લામા ગોંડલ તાલુકા નુ ગામ) ત્યા થી માસીયાઈ ભાઈ ના ગામ અનીડા(અમરેલી જિલ્લામા કુંકાવાવ તાલુકા નુ ગામ) ત્યા થી અમરેલી,અમરેલી થી પાછા દેરડી,અને ફાઈનલી આપણા ઘર અમદાવાદ...!! જેમા લગભગ ૨૦ થી ૨૫ લોકો ને ત્યા જમવાનુ કે ચા-પાણી નુ આમંત્રણ સ્વીકારવાનુ.

                                      તો સવારના ૭ કલાક ની અમદાવાદ થી સુરત તરફ જતી એસ.ટી બસમા અમારો સફર શરૂ કર્યૉ, સવાર સવારમાં એક્સ્પ્રેસ હાઇવે પર જતી બસને જોવાનો આનંદ અનેરો હતો,કોલ્ડ્રીંક-વેફર્સનો આનંદ માણવાની સાથે સાથે સફર ની મજા જ કઈક ઓર હોય છે.. લગભગ ૧૨;૩૦ કલાકે સુરત ઉતર્યા,ને હજી ઉતર્યાની સાથે જ યજમાન(એટલે કે અમારા માસા)અમને તેડવા આવ્યા,સુરત શહેરમા વરાછા વિસ્તાર મા તેઓ એક ફ્લેટમાં રહે છે,વરાછા વિસ્તારની વાત કરો તો સુરતનો એક મોટો પોશ વિસ્તાર છે,જ્યા સૌથી વધુ મુળ સૌરાષ્ટ્ર ના લોકો વસે છે,એક પ્રકારે સૌરાષ્ટ્રજ કહો તો પણ ચાલે,સૌ કોઇ કાઠીયાવાડ ના લોકો જોવા મળે,થોડીક ક્ષણ માં અમે એમના ફ્લેટ પર પોહચ્યા,તે ફ્લેટ જુના બાંધકામ વખતનો છે,જેથી તેમા લિફ્ટ ની સવલત નથી,અને તેમનો ફ્લેટ ચોથે માળ હતો,અમેતો અમારા બોરીયા ઉપાડતા ૧...૨...૩.... અને છેવટે ૪ માળે પોહચ્યા.હાશ....!! હવે તો નક્કી કર્યુ છે, કે બને તો હવે ઉનાળામાં કોઇ ના ઘરે જવાનુ ટાળવુ. એનુ ફક્ત એકજ કારણ છે કે એકતો ઉનાળામાં પાણી,ઠંડાપીણા..એમ વધારે પીવાતા હોય તો ભુખ ઓછી લાગે, ને કોઇ ના ઘરે જઈએ તો સૌથી પહેલા વેલકમ ડ્રીંક આવે ત્યારબાદ જમવાનુ અને એમાય ઉનાળા ના સ્વામી એટલે કેરી...અને કેરી નો રસ..ઓહોહોહો..કોને ન ભાવે..પણ ભુખ જ ઓછી લાગે તો શુ લુમ કેરી ખાવાના..!!! અને જેના ઘરમા તમે જમવા જાઓ તો તો આપણ ને ખબર છે આપણા ગુજરાતીઓ ની સ્ટાઈલ,ખાધા કરતા ખવડાવે જાજુ.
                            
                                          અમે ઘરમા પ્રવેશ કર્યૉ,ને પ્રવેશતાની સાથે જ વેલકમ ડ્રીંક આવ્યુ.ને ત્યારબાદ કેમછો..મજામા.?? શુ કરે છે ઘરે બધા..?? એવી જ્યા ત્યા ની વાતો કર્યા બાદ જમવાનુ પિરસવામા આવ્યુ..!! ને મારી કઠણાઈ શરૂ થઈ...!! કારણ કે અમે ટ્રાવેલીંગ દરમ્યાન ઘણુ બધુ કોલ્ડ્રીંક-નાસ્તો કર્યો હતો,(આમ તો ના કરવા જેવો હતો પણ હવે થાય શું ??) અને ભાઈ જ્યા જમવા જાવ ત્યા થોડુ આ બધી પીડા જોવાય,,!!!, જાત-જાત ની વાનગીઓ પીરસવામા આવી...!! ખરેખર ફુલપેટ ખાઈને જે ઊંઘ આવી છે ને..!! આ હા હા...!! સાંજના ૫ વાગ્યા સુધી આરામ કર્યો....ત્યારબાદ વાતો-ચીતો માં સમય પસાર કર્યો, રાત્રે સુવા માટે અમે ફ્લેટના ધાબા પર જતા હતા,કારણ કે અમારા ઉપર સીધુ ધાબુ આવતુ હતુ. ઉનાળામાં ધાબાપર સુવાની મજાજ કઈક જુદી હોય છે...!! વાતો કરતા કરતા ક્યાય મોડી રાત વિતી જાય ખબર જ ના પડે..!! ઠંડો ઠંડો પવન વાતો હોય, ને મીઠી નીંદર બાદ સોનેરી સવાર.

                                સુરતમાં અમારા માસીયાઈ ભાઈના અમુક સગા-સબંધીઓ રહે છે, હવે વર્ષો બાદ સુરત ગયા હોય અને તેમના ઘરે પણ મહેમાનગતી કરવા ના જઈએ તે અયોગ્ય ગણાય, તેથી અમે ત્યા પણ ગયા, લગભગ ૩ જેટલા ઘરે જવાનુ હતુ દરેક જગ્યાએ જમવાનુ આમંત્રણ, અને પાછુ ત્યા રોકાવુ પણ પડે, એટલે લગભગ ૩ દિવસ સવારનુ જમવાનુ તે બધાને ત્યા થઈ જતુ, સાંજે અમે અમારા માસા ના ઘરે પાછા આવી જતા. એમ ૩-૪ દિવસ તો ક્યા નીકળી ગયા ખબર જ ન પડી. ત્યારબાદના દિવસોમાં સવારે આંટો મારવા માટે સુરતના વિસ્તારોમાં ફરતા બપોર થતા ઘરે આવી પાછા સાંજના નીકળી પડતા,એમ કરતા કરતા અઠવાડિયુ નીકળી ગયુ, રવિવાર ના દિવસે અમારા માસા તથા સહકુટુંબ ઉભરાટ બીચ પર ફરવા ગયા. તે દરિયા કિનારા ના વર્ણનમાં કહીએ તો તે દરિયો આમ ઢાળમા આવતો હોય એટલે કે રસ્તાના સ્પિડ બ્રેકરની જેમ ઉભરાઈને આવતો હોય તેમ લાગે, કદાચ તેથીજ તેનુ નામ ઉભરાટ પડ્યુ..સુરત જેવા શહેરમાં રહેવાની મજા પડે, જ્યા મેઈનરોડ જોવો ત્યા બ્રીજ જોવા મળે, જોકે આમા ટ્રાફીકની સમસ્યાનો ઉકેલ આવે, તાપી નદીના ભરડાને કારણે ત્યા ગરમીનુ પ્રમાણ ઓછુ જોવા મળે,(અમદાવાદ કરતા તો ખુબજ ઓછુ..!!).  સુરતના પ્રવાસ નો અંત અહી થાય છે, નવા નવા લોકોને મળવાની, તથા અનેક યાદો ને મનમા પુરી ને હવે મામાનાં ઘરનો વારો છે...ત્યા પણ જઈ આવીએ ને....!!

                                      અમારે બુધવારે સુરત થી દેરડી ગામે જવાનુ હતુ.. જેનુ વર્ણન પછીની પોસ્ટ માં કર્યુ છે..











Saturday, April 20, 2013

રિયલ ગુજરાતી પબ્લીક સ્ટેન્ડ..!!


                                  ગુજરાત ના તમામ સ્થળ મા જાવ,કોઇ જગ્યા એવી જોવા ન મળે કે જ્યા પાન નો ગલ્લો ન હોય,જ્યા જાતજાત ના ભાતભાત ના લોકો ભેગા થાય અને ગામ આખા ની વાતો જાણવા અને સાંભળવા મળે,એક પ્રકાર નુ સ્ટેશન,સ્ટેન્ડ,કે પછી એક હબ બની ગયુ છે. તમે ગુજરાતમા ગમે તે છેડે જાવ,ત્યા કોઇ પણ જગ્યાએ સારો એવો પાનનો ગલ્લો ના મળે એવુ બને જ નહિ,,  એક પ્રકાર ની પેશન બની ગયુ છે,

                                  આપણી જ વાત કરીએ તો આપ કોઇ ને ત્યા મહેમાન બનીને જાવ,ત્યા પણ યજમાન તમને જમાડી ને આંટો મારવાના બહાને ત્યાના લોકલ પાનના ગલ્લે લઈ જશે,અને આપ પણ આપને ત્યા કોઇ મહેમાન આવે તો આપના લોકલ ગલ્લે લઈ જશો,,બરબર ને ?? અને પાછુ એમાય જેતે ગલ્લે ખાતુ તો હોયજ,તે વગર તો પાન-મસાલા હજમ ના થાય, મહેમાન પૈસા ના આપીદે એટલે પહેલેથી જ ગલ્લા વાળાને ટ્રેનીંગ આપી હોય,

                               અને હવે તો મે જોયુ છે કે પાન ના ગલ્લા તો પ્રોફેશનલ ડિસકસ માં તો ફેમસ થઈ ગયા છે.નાની મોટી ડીલ ની મીટીંગ પણ પાન ના ગલ્લે ફટાફટ થઈ જાય છે,ને ઠંડુ પીવાનુ બહાનુ મળી જાય,ને પાછુ ગલ્લા ની આગળ ચા ની કિટલી હોય...ઓહોહોહો..!! તો તો જામો પડી જાય હો..!!

                             આ ગલ્લા રસિકો ને લિધે તો પાન ના ગલ્લા પણ હવે શોરૂમ જેવા લાગે છે,,બોલો..!! તમે જોયા હશે હવે તો ભાઈ ગલ્લાવાળા પણ એ.સી લગાવે છે,ને ગલ્લાઓ પણ એવા શોરૂમ જેવા શણગાવેલા હોય..!! ગલ્લા માં,નવી જુની,રાજકારણની,અને હા મેચ હોય તો તો ગલ્લાઓ ઉભરાય,આવી રોનક તો ગુજરાત માં જ જોવા મળે હો...!!

                         પણ એક જનજાહેર વાત કહુ તો,,આ ગુટખા,પાન,બિડી,તમાકુ,મસાલ છેવટે તો આપણા ડોક્ટરો ની અપોઇમેન્ટ કરાવે છે,અને કેન્સર ને આમંત્રણ આપે છે.તો તે વ્યસન ન લો તો સારુ,હા પણ વ્યસન ના બદલામા મીઠા-ઠંડા પાન ની મજા તો કઈક અલગ જ છે,વ્યસન છોડી તે જરૂર ખાઓ.


Sunday, January 27, 2013

Moments in my life - Ankur

                 We are always pray to god for the happy life,as well as we pray to god for the different kind of wish as like "give us a very happiest life" or it could be "Never give problems to us" or anything your wish.seems like we are ask something which we haven't,isn't it ? what i want to say,? friends i simply say about our life which i experienced in the different kind of movements,in those movements  i'm learn the fundamentals of the life. Which inspired me to write this..!!      


                 Let me say this experience in my life, one day i was with my friend in a free seminar( actually it was an introducing seminar for a paid program ), the title of that seminar was "HOW CAN YOU LIVE YOUR LIFE ESSY" In that seminar, organizer gave us a paper(seems like a diary) & told us to wrote which area of the life are working,not working,which are the major problems.....then i was just thought thought & thought but i could not found any problem like that,, because peoples was talks about all different kinds of problem,,somebody talk about i've a problem in business,or someone talk about i've problem with my wife,,or someone talk about my family have problem with my fiance,,someone talks about exam & said i've problem about my exam,someone said i've problem with my job, after hearing their problems i felt that why people are unhappy with their life ? peoples can not solve their problem, then i realist that most of the problems are came from a just misunderstanding or ego,,is this right or wrong ? after the complete that seminar those people who organized that paid program,, they forced us & said to attend their program,that program will be taught us "HOW CAN YOU LIVE YOUR LIFE ESSY" & program's fees was out of my budget..& as well i have no need to do this type of program, i was felt that time as i live my life with happily...........

thank you...
                    Ankur Patel  








            

Monday, July 23, 2012

ચાલ્યો છે એ પળ

હતી કોઇ વાત એ પળ મા જે હસાવી ને ચાલ્યો ગયો,
બસ યાદો ની દાસ્તાન આપી ને ચાલ્યો ગયો,

રાહ જોવી છે એ પળ જો પાછો આવે ફરી ક્યાક,
તો ભેટીશુ એ પળ જેણે આપી ખુશી ની એક મુલાકાત ક્યાક.

પાછી ફરી ને નથી આવતો વીતી ગયેલ પળ પણ,
યાદ કરી ને જીવી જાણીયે છે તે વીતી ગયેલ પળ.

શુ હતી એ વાત મને આજ પણ યાદ છે,
કોઇક તો હતી ખુશી જેનો આજ પણ અહેસાસ છે.

રહે છે સદાય એ આશ જીવવા ની ફરી એ પળ,
રહે છે સદાય રાહ આવવાની તે વીતેલ પળ.. 

જીવ્યા હતા કોઇ ના માટે ક્યારેક કોઇ સમય મા,
જીવવુ છે હવે આપણા માટે હવે પછી ના સમય મા,


લાગી રહ્યુ છે દિલ મા એવુ કે આવશે એ પળ
કે જે બોલાવી રહ્યો છે મન ને વીતી ગયેલ પળ,

કશુ જ ન હોય તો ભલે જીંદગી બાકી છે ઘણી,
બોલાવીશુ એક સમયે તે વીતી ગયેલ પળ.

નથી હવે કોઇ ચીંતા બાકી છે હજી યુવાની,
ઘણી થશે ખુશી અંત સુધી આવશે સામેથી એ પળ  


                                                                                            -  અંકુર પટેલ






Wednesday, July 11, 2012

મને યાદ આવે છે.....



ધોધમાર વરસાદ મા ભીંજાતા ભીંજાતા
       બાળપણ મા કરેલા પાણી ના છબછબીયા યાદ આવે છે...

કોલેજો ના પગથીયા ચડતા ચડતા
          બાલમંદિર ના નાના નાના પગથીયા યાદ આવે છે...

કોલેજ મા બંક મારતી વખતે
શાળા એ ન જવાની જીદ યાદ આવે છે....

કોલેજો મા નોટ્સ બનાવતા બનાવતા
બાળપણ નુ લેશન યાદ આવે છે...

કેન્ટીન મા નાસ્તૉ કરતા કરતા
શાળા મા લઇ જતો નાસ્તા નો ડબો યાદ આવે છે....

મોર્ડન જીન્સ ટી-શર્ટ પહેરતા પહેરતા
       બાળપણ ના સ્કૂલ યુનિફોર્મ યાદ આવે છે .....

મિત્રો સાથે હસતા હસતા કલાસરૂમ મા જતા જતા
શાળામા મુકવા આવેલ મમ્મી ને રડતા રડતા ટાટા કહેવાનુ યાદ આવે છે...

બાયનરી,ડેસીમલ,હેક્ઝા,ઓક્ટલ ની ગણતરી મા
બાળપણ ના એકડા યાદ આવે છે...

વિદેશી કંપનીઓ ના પિઝા,બર્ગર ખાતા ખતા
બાળપણ મા ખાધેલા પફ,ચોકલેટો અને આઇસક્રીમ યાદ આવે છે....

થન્સઅપ,કોકાકોલા,સ્પ્રાઇટ પીતા પીતા
બાળપણ ની ૧રૂ. વાળી પેપ્સીકોલા યાદ આવે છે...

કોમ્પ્યુટર મા ગેમ રમતા રમતા
બાળપણ ની રમેલી વિડીયો ગેમ યાદ આવે છે...


મોબઈલ,લેપટોપ ની વાતો કરવામા
બાળપણ મા કરેલી રીમોટ વાળી ગાડીઓ ની વાત યાદ આવે છે..


મિત્રો સાથે બાઈકો લઈ ને ફરવા જતા જતા
બાળપણ મા મિત્રો સાથે ફેરવેલી સાઈકલ યાદ આવે છે...


રાત્રે બેડશીટ પર સુતા સુતા
ઘોડીયા મા સુતેલા પળ યાદ આવે છે...


વેકેશન મા ફરવા જતા જતા
મામા ના ઘરે વીતાવેલ પળ યાદ આવે છે...


ઓફિસ ચેર મા જુલતા જુલતા
બાળપણ ના હીંચકા યાદ આવે છે..


મોર્ડન હાઈટેક જમાના મા
બાળપણ ની શાન્તી વાળુ જીવન યાદ આવે છે..


બાળપણ નુ સ્મરણ મને થાય છે
મને બાળપણ યાદ આવે છે.....

                                                    - અંકુર પટેલ









Wednesday, July 4, 2012

ગુજરાતી છીએ ભાઇ..!!


       વધેલા શરીરવાળા ગુજરાતીઓ માટે કસરત એટલે જમ્યા પછી પાનના ગલ્લા સુધી ચાલતાં જવું તે. મોઢામાં પાન કે મસાલો દબાવી કલાકો સુધી વિષયવિહીન ચર્ચાઓ કરવામાં ગુજરાતીઓની માસ્ટરી છે. પાનના ગલ્લા અને ચાની કીટલીઓ એ ગુજરાતીઓ માટે વૈચારિક આદાન-પ્રદાન માટેના આદર્શ સ્થાનકો છે. સાચો સમાજવાદ આ બે જગ્યાઓએ જ જોવા મળે છે. અહીંયા ગાડી, સ્કૂટરવાળા સાથે જ મજૂર પણ ઊભો રહી ચા પીતો હોય છે. (આ વાત પર બે કટિંગ ચા થઈ જાય, હોં ભઈ!)
         
      દરેક ગુજરાતી મા-બાપને તેમના સંતાનોને ડોક્ટર, એન્જિનિયર કે સી.એ. બનાવવામાં જ રસ હોય છે. સંતાનોની કરિયર મા-બાપ જ નક્કી કરે છે. કોઈ ગુજરાતી મા-બાપને એવું કહેતા સાંભળ્યા નથી કે ‘મારે મારા દીકરાને કલાકાર બનાવવો છે, મારે મારી દીકરીને ચિત્રકાર બનાવવી છે, મારો દીકરો ફોજમાં જશે, મારી દીકરીને એથ્લિટ બનાવવી છે, મારા દીકરાને ફેલ્પ્સ જેવો તરવૈયો બનાવવો છે.’ (નાટક-ચેટક, કવિતા, સાહિત્ય-લેખનના રવાડે ચઢેલા છોકરાંવને તો આઉટલાઈનના કહેવાય છે, હોં ભઈ !)

                  રૂપિયા કમાવા સિવાય બીજો કોઈ પણ શોખ ન ધરાવતા ગુજરાતીઓનો એક શોખ ખૂબ જાણીતો છે રજાઓમાં ફરવા જવાનો અને તે પણ સાથે ખૂબ બધા નાસ્તા લઈને. જ્યારે અને જ્યાં પણ ફરવા જઈએ ત્યારે ડબ્બાઓના ડબ્બા ભરીને સેવમમરા, ઢેબરાં,ગાંઠિયાં, પૂરીઓ, અથાણાં સાથે લઈને નીકળીએ છીએ. ઘર બદલ્યું હોય એટલો બધો સામાન લઈ ટ્રેનમાં ખડકાઈએ છીએ અને ટ્રેન ઉપડે કે પંદર જ મિનિટમાં રાડારાડી કરતાં નાસ્તાઓ ઝાપટવા મંડીએ છીએ અને ઢોળવા મંડીએ છીએ. ગુજરાતીઓના ફરવાના શોખના કારણે પરદેશની ટૂરમાં ગુજરાતી થાળી મળતી થઈ ગઈ છે. જો ગુજરાતીઓ ફરવાનું બંધ કરી દે તો બધી જ ટ્રાવેલ્સ એજન્સીઓ અને પેકેજ ટૂર, કપલ ટૂરવાળાઓનું ઉઠમણું થઈ જાય. (આપણે ફરવાની સાથે ફરવાની સલાહ આપવાના પણ શોખીન છીએ. નવસારી સુધી પણ નહીં ગયેલો માણસ નૈનિતાલ કેવી રીતે જવું તેની સલાહ આપી શકે, હોં ભઈ!)

                        ગુજરાતીઓના લેટેસ્ટ બે શોખ. એક – ટુ વ્હીલર અને બીજો – મોબાઈલ. જગતમાં સૌથી વધારે ટુ વ્હીલર ગુજરાતમાં ફરે છે. આપણું ચાલે એક રૂમમાંથી બીજા રૂમમાં જવા માટે પણ ટુ-વ્હીલર વાપરીએ. પહેલાના જમાનામાં એવું કહેવાતું તું કે ‘દેવું કરીને પણ ઘી પીવું.’ હવે એવું કહેવાય છે કે ‘દેવું કરીને પણ બાઈક લેવું.’ ગુજરાતીઓના ‘દિલની સૌથી નજીક’ જો કોઈ હોય તો તે છે મોબાઈલ (કેમકે આપણે મોબાઈલને હંમેશાં શર્ટના ઉપલાં ખિસ્સામાં જ રાખીએ છીએ.) જાત-જાતના મોબાઈલ, ભાતભાતની રિંગટોનનો આપણને જબરજસ્ત ક્રેઝ છે. મોબાઈલની સૌથી વધુ સ્કિમ આપણા ગુજરાતમાં જ છે અને તેનો સૌથી વધુ લાભ પણ ગુજરાતીઓ ઉઠાવે છે. જો સ્કિમમાં ‘ફ્રી’ લખ્યું તો તો ‘ખ…લ્લા…સ’. રાત્રે દસથી સવારે છ, ‘મોબાઈલથી મોબાઈલ ફ્રી’ એવી સ્કિમ જાહેર થાય એટલે ગુજરાતીઓ મચી જ પડે.. બાજુ-બાજુમાં બેઠા હોય તો પણ મોબાઈલથી મોબાઈલ વાતો કરે ! (હે…લો…, અને જ્યારે બિલ આવે ત્યારે કંપનીવાળા જોડે સૌથી વધુ બબાલ પણ આપણે જ કરીએ છીએ, હોં ભઈ !)

                     ગુજરાતીઓની સ્વભાવગત ખાસિયત પણ અનોખી છે. આપણે એવર ઓપ્ટિમિસ્ટ એટલે કે સદાય આશાવાદી માણસો છીએ. શેરબજાર ક…ડ…ડ…ડ…ભૂ…સ…કરતું તૂટે તો પણ આપણે આશા રાખીએ છીએ કે ‘કશો વાંધો નહીં, કાલે બજાર ઉપર આવી જ જશે.’ આ સાથે આપણે ગુજરાતીઓ એટલા જ ખમીરવંતા પણ છીએ. ભૂકંપ આવે, પૂર આવે કે બોમ્બ બ્લાસ્ટ થાય, આપણે ત્યાં બીજા દિવસથી તો બધું રાબેતા મુજબ….
.
                      ગુજરાતીઓની એક સૌથી મોટી ખાસિયત, ખૂબી, વિશેષતા, વિલક્ષણતા એ છે કે આપણે ગુજરાતીઓ ક્યારેય પણ કોઈનાથી ઈમ્પ્રેસ થતા નથી. સાદા શબ્દોમાં કહીએ તો આપણે ક્યારેય કોઈથી ઘીસ ખાતા નથી. ગમે તેવો મોટો ચમરબંધી હોય પણ આપણે તેનાથી અંજાઈ જતા થી. ‘એ લાટસા’બ હોય તો એના ઘેર, મારે શું ?’ આવી તાસીર જ આપણને ‘જીદ કરી દુનિયા બદલવાની’ શક્તિ આપે છે અને તેના લીધે જ ગુજરાતની ધરતી પર ગાંધીજી, સરદાર અને ધીરુભાઈ જેવી હસ્તીઓ પાકી છે. (શું કહો છો, બરાબરને ભઈ?)હાચુ કઉં તો મને તો ઍક ગુજરાતી હોવાનો બહું ગર્વ છે, તમને છે?જો હા તો, ઍક સાચા ગુજરાતી તરીકે તમે પણ આપણી આ ‘ગુજરાતી ગૌરવ ગાથા’ ને આગળ ધપાવો.
                                                                                                       
                                                                                                - જલ્સા કરો ને જેન્તિલાલ.
                                                                                                

Sunday, June 3, 2012

તમને નથી ખબર..? તો પુછો ઇન્ટરનેટ ને....!!


                આજ નો યુગ એટલે કમ્ટપ્યૂર અને ઇન્ટરનેટ નો યુગ,ગમે ત્યા જાઓ હવે તો ભાઇ ઇન્ટરનેટ કે કમ્પ્યૂટર વગર ચાલે જ નહી,એ પછી કોઇ જગ્યાએ ટિકીટ બૂક કરાવા જાઓ,કે હોટેલ મા જાઓ,કે બેંક મા જાઓ,કે કોઇ કોરપોરેટ ઓફિસ મા,ગમે ત્યા જાઓ કમ્ટપ્યૂર હોય હોય ને હોય જ! જેમા ઇન્ટરનેટ ના હોય તેમ બને જ નહી!નાના કામ થી લઇ ને મોટા કામ મા હવે તો ભાઇ ઇન્ટરનેટ વિના થાય જ નહી! "ઇન્ટરનેટ વિના સુનો સંસાર" આવી પરિસ્થિતિ થઇ છે બરાબર ને?    

               ઇન્ટરનેટ નો ઉપયોગ દરેક લોકો અલગ અલગ રીત થી કરતા હોય છે જેમ કે કોઇ પણ વસ્તુ ની સચોટ માહિતી માટે,કે નવી વસ્તુ જાણવા માટે,કોઇ કામ માટે,કે કોઇ ફક્ત મનોરંજન માટે. ઇન્ટરનેટે વિશ્વ ને ઘણુ બધુ આપ્યુ છે,ઘણી નવી શોધો થાય છે,આપણી દરેક આરામદાયક જિંદગી ના ટાઇમ ટેબલ ને વધારે સાનુકૂળ બનાવનાર માધ્યમ થઇ ગયુ છે.આપણુ ગમે તે કામ હોય ઇન્ટરનેટ થી એકદમ સરળ..

                 મિત્રો,આજે આપણે મોટાભાગે કોઇ પણ વસ્તુ જાણવા કે જોવા ગૂગલ સર્ચ એન્જીન નો ઉપયોગ કરીએ છીએ,બરાબર? કોઇ ને કઇક બતાવવુ હોય તો પણ કહીએ કે "અરે યાર ગૂગલ પર લખને એટલે આવી જશે..!!" પણ બોસ ગૂગલ ન હતુ ત્યારે? ત્યારે ભાઇ યાહુ હતુ,કે બીજુ કોઇ સર્ચ એન્જીન પણ શુ ગુગલ જેટલી મજા આવતી ત્યારે? ના.! અરે આ બધુ છોડો,સર્ચ એન્જીન જ નહોતા ત્યારે?

                 આજે તો કેટલી બધી સરળતા થી બધુ જાણી શકાય છે!પણ જ્યારે સર્ચ એન્જીન ન હતુ ત્યારે પહેલુ સર્ચ એન્જીન ઇ.સ ૧૯૯૦ મા બન્યુ જેમા આ રીતે દર્શાવામા આવતુ

 
                કેટલાય સર્ચ એન્જિનો આવતા રહ્યા જેમા પ્રખ્યાત ASK,AOL,MSN,YAHOO,BING,GOOGLE જેવા રહ્યા છે,પણ જેમા ખુબજ પ્રખ્યાત જે છે તે આપ સૌ જાણો જ છો...તે છે  GOOGLE, દરેક લોકો એ વેબ બ્રાઉસર મા ગુગલ જ હોમપેજ મા સેટ કરીને રાખ્યુ હશે  ,સર્ચ એન્જિન ની વાત બઉ થઇ હવે,બીજા બ્લોગ મા વિસ્તાર પૂર્વક ચર્ચા કરીશુ,હવે આવીએ મુળ વિષય પર,આપણે વાત કરતા હતા ઇન્ટરનેટ ની,સર્ફિંગ ની,સ્માર્ટ સર્ફિંગ ની.

            
                                          આજે કોઇ પણ વિષય પર લેખ જોવો હોય તો એકજ નામ આવે,એ નામ કોનુ? હા વિકિપીડિયા.દુનીયાભર ના ગમે જે વિષય પર લેખ વાચવા મળી જાય. જેની શરુઆત કરી હતી જીમી વાલેસ અને લેરી સેંજરે ૧૫ જાન્યુઆરી ૨૦૦૧ ના દિવસે.યુ.એસ મા.પહેલા આપણ ને કોઇ વિષય પર
આટલી સરળતા થી માહિતી ન મળતી જેવી કે અત્યારે વિકિપીડિયા પાસે થી મળે છે. કોઇ પણ શબ્દ લખો એટલે પહેલી લિંક તો વિકિપિડિયા ની જ મળે.






      






jimmy wales


                                                                                                                                     Larry Sanger


                 આતો થઇ વિકિપિડિયા ની વાત,ઇન્ટરનેટ ના બીજા ફંક્શન તો હજી બાકી છે.પિકાસા,બ્લોગર,વલ્ડપ્રેસ,યાહૂ આન્સર કે પછી ઓનલાઇન લર્નીંગ,યુટ્યુબ,ને બીજુ ઘણુ બધુ.....આખી દુનીયા ને સમાવી લિધી છે.


                  ફોટા ની સાચવણી નુ કેન્દ્ર તથા સ્ટુડિઓ એટલે પિકાસા,ગામ આખા ના વિડીયો સચવાય યુટ્યુબ પર,ગીતો માટે હંગામા તથા ઇન.આખા ગામ ની પંચાત થાય સોસિયલ નેટવર્કિગ સાઈટ્સ મા,જેમા ટ્વિટર,ફેસબૂક તો મોખરે છે.


                 બીજુ પણ ઘણુ છે જાણવાનુ તો બસ થઇ જાઓ શરુ ને ચાલુ કરો ના ખબર હોય તે ઇન્ટરનેટ ને પુછવાનુ,કારણકે "પુછને મે ક્યા જાતા હે"......
                                                                      - Ankur Patel

Friday, May 25, 2012

પરિણામ...!! પરિણામ...!!મા-બાપનુ કે વિદ્યાર્થીનુ??

               આજે ૨૪ મે ૨૦૧૨,દરેક વિદ્યાર્થી કે જેઓ સામાન્ય પ્રવાહ મા છે તેમના પરિણામ નો દિવસ,જે દિવસ ની આતુરતા પૂર્વક રાહ જોવાતી તે આજે પુરી થઈ,આજે બધાના ધબકારા વધી ગયા હશે ખરૂ ને? જો જો એટેક ના આવી જાય હો...!! રિઝ્લ્ટ જોયા પછી આવે તો વાંધો નઈ!

                 આ પરિણામ નો દિવસ અનોખો હોય છે નઈ? ૧ વર્ષ ની મહેનત ૩ કલાક મા કાગળ ના ટુકડા(પ્રશ્ન પેપર) માથી જોઈ ને કાગળ ના ટુકડા મા ઉતારવાની(જવાબવહી, જેમા આજુબાજુ ના ટુકડા પણ જોવાઈ જાય...!!) અને તપાસનાર ૩ જ મિનિટ્સ મા ચેક કરે! અને જો ચા ની ટેવ ધરાવનાર ને જો ચા ન મળે તો તેનો
ગુસ્સૉ પેપર પર ઉતારે! હવે વિદ્યાર્થીએ ૧વર્ષ ની તનતોડ મહેનત નુ ત્યા પોસ્ટ મોટર્મ થાય.

                   પરિણામ ના દિવસે બધા ઉત્તેજક હોય,પરિવારજનો(ખાસ કરીને વિદ્યાર્થી)અને કેમ ના હોય..!! આખરે આ તો કેરિયર ની પસંદગી કરવાનો મોકો! બધા કોઈ ને કોઇ ડિગ્રી હાંસલ કરી ને સારુ ભવિષ્ય બનાવશે,કોઇ નોકરિ,ધંધો કે વ્યવસાય કરશે,બધા ને બેસ્ટ ઓફ લક,સારી કરીયર પસંદ કરી આગળ વધો,દેશ ને આગળ લાવો.

                     પરિણામ ના અમુક દિવસો પહેલા બધા ભગવાન પર તુટી પડે છે નઈ!! ભગવાન પાસ કરાવી દેજો,કોઇ રેન્કર વિદ્યાર્થી હોય તો તે ટકા ની માંગણી કરે,ત્યારે તો ભગવાન નુ સર્વર પણ બિઝી થઈ જતુ હશે.! ને ભગવાન ને કોઇ ને કોઇ ગિફ્ટ આપી ખુશ કરે,કોઇ નારિયેળ ચડાવે,કોઇ પ્રસાદ,કોઇ દુધ તો કોઇ કઈક દાન કરે,કોઇ દિવસ ગાયને રોટલી ના આપી હોય ને ત્યારે ગાયને ઘાસ ખવડાવે,ઓહોહોહોહો ભાઈ દાનવીર.!! ..!   આપણુ રિઝલ્ટ જોયા પછી,આપણા મિત્રો તથા પરીક્ષા મા સાથે બેઠેલા પડોશીઓ નુ રિઝલ્ટ જોઈએ. એમ માનીને કે સાલુ એણે કેવુ લખ્યુ છે ? આને તો આ દાખલો કે પ્રશ્ન સાચો લખ્યો હતો,મારે બાકી હતો કે પછી,એણે તો બધા પેપર મા સાચા જવાબો લખ્યા હતા એનુ રિઝલ્ટ કેવુ આવ્યુ ?            

                      કોઇ ના પાસીંગ માર્ક,તો કોઇ મધ્યમ,કોઇ ૭૦ થિ ૮૦% વાળા, આ બધા જ્યારે ટિ.વી પર રેન્કરો ના ઈન્ટર્વ્યૂ જોવે ત્યારે તેમના મોઢા જોવા જેવા હોય છે,બિચારા બેઠા હોય એક ખુણો પકડિને.

                      હવે તો કોલેજ મા ઍડમીશન ની તૈયારી કરવાની,કોઇ કઈ ફેકલ્ટી મા જવુ તે નક્કી કરવાનુ તો થઈ જાઓ તૈયાર જીવન ને સફળ કરવા અને સારી કાર્કીદી બનાવવા

                    આખા ગુજરાત નુ પરિણામ લગભગ ૬૮.૪૪% છે,એટલે કે ૩૧.૫૬% વિદ્યાર્થીઓ નાપાસ થયા છે,તેમા નાસીપાસ ના થશો ભાઇ...ગાંધીજી લંડન મા લેટીન ની પરીક્ષા મા નાપાસ થયા હતા,પ્રખ્યાત કાર્ટુનિસ્ટ આર.કે લક્શ્મણ પણ એકવાર નાપાસ થયા હતા,રાજ કપૂર પણ મેટ્રિક ની  લેટીન ની પરીક્ષા મા નાપાસ થયા હતા.અને બીજા ઘણા ઉદાહરણૉ છે કે જે નાપાસ થયા બાદ પણ સફળ છે,  તો ચિંતા છોડો અને સુખ થી જીવો,

                  So very very best of luck to you & all the best

                                                                                                            - Ankur Patel

Sunday, February 12, 2012

"Real Life Manners"


                           મિત્રો આપણે જીવન મા મેનર્સ,ડિસીપ્લિન,હોનેસ્ટી,સિન્સ્યારીટી.....વગેરે શબ્દો ઘણીવાર વારંવાર સાંભળ્યા હશે ખરૂ ને..??

                           પણ આપ જાણો છો કે આ બઘા પાર્ટ જીવન મા સારો એવો બદલાવ લાવી શકે છે? ચાલો વીસ્તાર થી સમજીએ..

               ઘણા લોકો કહેતા હશે કે પોઝીટીવ વીચાર કરવો,નેગેટીવીટી ને દુર રાખો, તેમ છતાય આપણે નેગેટીવીટી ની પાછળ જ દોડતા રહીએ છીએ,પોઝીટીવ વિચાર કરવા નૂ મુખ્ય પાસુ "Law of Attraction"  એટલે કે આકર્શણ નો સિધ્ધાંત છે. હવે આ આકર્શણ નો સિધ્ધાંત શુ કહે છે,તો

                  આકર્શણ ના સિધ્ધાંત મુજબ કોઈ પણ વસ્તુ ને આકર્શાવા માટે આપણે આપણા મન ને તેની પર પુરેપુરુ ફોકસ કરવાથી તે ભવીષ્ય મા પણ આકર્શાય છે. એક જુની વાત કહુ તો એક વાર એક છોકરો બિલકુલ સામાન્ય છોકરો,તેને ચિત્રો દોરવાનો બહુજ શોખ,તે ખુબજ સૂંદર ચિત્રો દોરતો તેની કલ્પના દ્વારા,તેના બધાજ ચિત્રો ખુબજ સૂંદર હતા પણ તે એક ચિત્ર પર ખુબજ ધ્યાન દોરતો જે ચિત્ર મા તેણે એક સૂંદર મહેલ નુ સર્જન કર્યુ હતુ.અને રોજ તેને જોઇ ને ફક્ત એકજ વાત વિચારતો કે એકવાર હુ પણ આવા મહેલ નો માલીક બનીશ,અને ખરેખર એક દિવસ એવો આવ્યો પણ ખર!! તમને જાણી ને નવાઇ લાગે પણ આ હકીકત છે,બીજી વાત,તને શબરિ વિષે તો જાણતા જ હશો! તેણે શુ કર્યુ બસ એકજ રટણ રામજી મારા ઘરે આવશે,રામજી મારા ઘરે આવશે.અને રામજી તેના ઘરે આવ્યા પણ ખરા..!!
       
                 એટલે કે આપણે ફક્ત આપણી વિચારસરણી હકારાત્મક કરવાથી આપણા મા પણ હકારાત્મક પરીવર્તન આવે છે,આપણા વિચારો એક તરંગ છે,જેમ અવાજ એક તરંગ છે,આપણે કોઇ પણ વિચાર કરીએ છીએ ત્યારે એક તરંગ રુપે કુદરત પાસે પોહચે છે,અને કુદરત ફક્ત એકજ શબ્દ બોલે છે "તથાસ્તુ".
એટલે આપણે નકારાત્મક વલણો રજુ કરીએ ત્યારે ઘણી વાર તેવુ થતુજ હોય છે,મારા જીવન મા પણ આ પરિસ્થીતિ થઇ ચુકી છે.

                  હકારાત્મક જીવન જીવવા માટે હંમેશા ભુલ,કે કોઇ પરિસ્થીતીઓ ને સ્વીકારો,જો કોઇએ આપની મદદ કરી હોય તો આભાર પ્રગટ કરો,જેથી તમારા મન ને એક આનંદ અનૂભવાશે,તથા સામે વાળા વ્યક્તિ ને હંમેશા ફરી એનાથી પણ સારૂ કામ કરવાની લાગણી થશે,જેમ કે તમારુ બાળક જો તમે આવો અને તમારા માટે પાણી નો ગ્લાસ લઇ ને આવે અને ત્યારે તમે એમ કહો કે "સારુ થયુ બેટા તુ પાણી લઇ ને આવ્યો મને ખૂબજ તરસ લાગી હતી" તો બાળક ફરી એનાથી પણ સારુ કામ કરવા પ્રેરાશે.
                                                                                                                                 Ankur Patel

Thursday, November 10, 2011

ડ્રાઇવીંગ કરતી વખતે કોના થી વિશેષ કાળજી રાખશો ??

"મિત્રો આ લિસ્ટ મે માર્ક કરી ને બનાવ્યુ છે,અમુક મારા અનૂભવો છે,હવે આપ જ આ વાંચી ને કહો કે આ સાથે તમે સહમત છો કે નહિ"..
   આ લિસ્ટ મા.................
                      .
                    પહેલો નંબર આવે છે મહીલાઓનોકારણ કે જ્યારે મે કોઇ મહીલા ને ડ્રાઇવીંગ કરતા જોયા છે તે હંમેશા જજમેન્ટ વગર જ ડ્રાઇવીંગ કરે!! કોઇ નિર્ણય ના લઈ શકે!! મોટાભાગ ની મહીલાઓ આવુ જ ડ્રાઇવીંગ કરે છે.!! અને જો ભુલ થી કોઇ પુરુષ મહીલા સાથે ટકરાય તો તો પુરુષ નુ આવીબન્યુ બોસ,
આવુ બધાને લાગુ નથી પડતુ પાછુ.!! અમુક પાછા સારુ ડ્રાઇવીંગ પણ કરે છે,આજે ઘણી મહીલા પાયલોટ પણ છે,પણ મોટાભાગે આવુ જોવા મલે છે.

                      બીજો નંબર આવે છે વ્રુધ્ધો નો, કારણ કે એક તો આંખે બરાબર દેખાતુ ના હોય,શરીર ના તમામ અંગો રિટાયર્ડ થઇ ગયા હોય,ડ્રાઇવીંગ કરતી વખતે કોઇ સચોટ નિર્ણય લઇ શકે નહિ,બીજી વસ્તુ કે તેમની ગતી, આમા પણ બધા વ્રુધ્ધો ની વાત નથી ચાલતી,ઘણા વ્રુધ્ધો સારુ તથા કુશળ ડ્રાઇવીંગ પણ કરે છે,અને મે તો ઘણા ને એવી રીતે ડ્રાઇવીંગ કરતા જોયા છે કે જાણે નવયુવાન ડ્રાઇવીંગ કરતો હોય,પણ અમુક એવુ ડ્રાઇવીંગ કરે કે બીજો વ્યક્તી ડરી જાય....

                      ત્રીજો નંબર આવે છે બાળકો નો, કારણ કે એક તો ટાબરીયા ઓ નવુ નવુ વાહન ચલાવતા શીખ્યા હોય,એ તો કઇ ન સમજે પણ બીજા ને કન્ફયુસ કરી નાખે ડ્રાઇવીંગ કરવામા અને સાલા અડી જાય તોય એમને તો કઇ નઇ પણ આપણ ને તકલીફ..

                     ચોથો નંબર આવે છે ફોમ્મ મા આવેલા શટલ રિક્શા વાળાઓ તથા લોડિંગ રિક્શા વાળાઓ નો કારણ કે શટલ રિક્શા વાળાઓ તેમનુ મ્યુઝીક સિસ્ટમ વગાડતા એવી રીતે જતા હોય કે જાણે કોઇ એમ્બ્યુલન્સ ઇમરજંસી મા જતી હોય,અને પાછી સ્ટાઇલ તો એવી કે જાણે પોતે કોઇ ઈમ્પોર્ટેડ ગાડી લઇ ને જતો હોય,જેમ કે બીએમડબલ્યુ,મર્સિડીઝ,ઔડી..અને લોડીંગ રિક્શા વાળા તો આપણ ને બીવડાવીને જ ચલાવતા હોય કે જાણે સામે વાળાને તો ઉડાવી જ દઊ..
  
                      પાંચમો નંબર આવે છે કલરીયાઓ નો,એટલે કે બાઇક લઇ ને સ્ટાઇલ મારવા વાળા સ્ટંટમેનો  નો  
કારણ કે એ લોકો ક્યાથી આવે છે અને ક્યા જાય છે તે તો બાજુમા ચાલતા વાહન ચાલક ને પણ નથી ખબર હોતી,મારા હારા સાપ ની જેમ બાઇક ને ચલાવે અને સ્ટંટ તો પાછા એવા કરશે ને કે એ ને જોઇ ને બીજા લોકો ડરી જાય..

                              

આ બધુ લિસ્ટ બધાને લાગુ નથી પડતુ પાછુ એટલે ખોટુ ન લગાડતા પાછા, આ તો મે જોયેલા દ્રશ્યો વર્ણવુ છુ,આ સાથે મારો સંદેશ એટલો જ છે કે ડ્રાઇવીંગ કરતી વખતે સાવચેતી રાખો, ટ્રાફિક ના નીયમો નુ પાલન કરો, જેથી કરીને કોઇ અકસ્માત નો ભોગ ન બનીએ....
                                                                                                                                                - અંકુર પટેલ
                             
       
         




Monday, November 7, 2011

ગુજરાત ની સુપ્રસિધ્ધ ખાણી પીણી ઓ

"મિત્રો મને એક જગ્યા એ થી આ બધી સુપ્રસિધ્ધ વાનગીઓ નુ લીસ્ટ મલ્યુ છે જે હુ આપને આ બ્લોગ મા શેર કરુ છુ જો પસંદ પડે તો આપના મિત્રો ને આપ શેર કરી શકો છો"......





          ગુજરાતની આ વસ્તુઓ નથી ખાધી ? તો તમે કંઇ ખાધુ જ નથી! 

દરેક ગુજરાતીના મોઢે તમે પણ આ ડાયલોગ સાંભળ્યા હશે. હા , વાત થઈ રહી છે ગુજરાતના શહેરોની એવી વસ્તુઓની કે જેણે તેના સ્વાદની જેમ બધે સોડમ પ્રસરાવી છે.

તો આવો નજર કરીએ ગુજરાતના ક્યા શહેરમાં શું વખણાય છે તેની યાદી પર….

અમદાવાદ: લકીનામસ્કાબન , સાબરમતીજેલઅનેરાયપુરનાભજિયા , છત્રભૂજની સેન્ડવીચ , જશુબેનના પિઝા , વિજય અને જયભવાનીના વડાપાંવ , કર્ણાવતીનીદાબેલી , મણીનગરના માસીની પાણીપૂરી , ગીતાનીસમોસા-કચોરી , શંભૂનીકોફી , દાસનાખમણ-સેવખમણી , લક્ષ્મીનાગાંઠિયા , આસ્ટોડિયાની લખનૌની અડદની જલેબી , જવેરવાડની પાણીપૂરી , મેમનગર ફાયર સ્ટેશન પાસેની ચોકલેટ-ચીઝ સેન્ડવિચ , વિદ્યાપીઠપાસેના થેપલા , ગુજરાતના દાળવડા , ફરકી લસ્સી , પાલડીની નરસિંહભગત હોસ્ટેલ પાસેની પાપડી , વાડજના સોહરાબજી કમ્પાઉન્ડના દાલ-પકવાન , યુનિવર્સિટીનાઢોસા , બાપુનગરના ગોંડલના ગાઠિયા , દિનેશના ભજિયા , સીમાહોલ પાસે ઇન્દોરની ચાટ , જેઠાણી-દેરાણીનો આઇસ્ક્રીમ , રાજસ્થાનઆઇસ્ક્રીમ અને અસારવાનો સંચાનો આઇસ્ક્રીમ , શંકરનો આઇસ્ક્રીમ , વીએસ હોસ્પિટલપાસે નાગરની ચોરાફળી , વૈષ્ણોદૈવી પાસેના દાલફ્રાઈ અને રાઈસ , કાંકરિયાની કાળીટોપીલંબીમૂછ ની ખારેક , મરચી પોળનું ચવાણું , દોસીવાડા પોળની હિંમતસિંહ ઓટલાવાળા ખરખરિયા , જુનાશેર-બજારનુંચવાણું , ઝવેરીવાડના ચોકલેટ પિઝા , સેટેલાઈટમાં શક્તિનો ભાજીપાંવ , સી.જી. રોડપરઆર.કે.નો ભાજીપાંવ , હાટકેશ્વરમાં કે.સી.નો ભાજીપાંવ , પાંચ કૂવાની ફૂલવડી , લક્ષ્મી બેકરીની પેટિસ , શ્રી રામના ખમણ , ઓનેસ્ટના ભાજીપાંવ , મોતીબેકરીની નાનખટાઇ , ચંદ્રવિલાસના ફાફડાજલેબી , સૌરાષ્ટ્રના ફાફડા , ઋતુરાજના મસ્કાબન-ચા , ચાંગોદરના ભઠ્ઠી ના ભજિયા, સરદાર પટેલ સ્ટેડિયમની ક્રિષ્ના લસ્સી , ઢબગરવાડની કચોરી , અલંકારના સમોસા , મિરઝાપુરમાં ફેમસના કબાબ , રાયપુરના શ્રી રામના ખમણ , એનઆઇડી પાસે માસીની ઓમ્લેટ , બહેમરામપુરાના વિજયના દાલવડા , ખોખરા ચાર રસ્તાની ઇડલી , નરોડાના ગેલેક્સી થિયેટરના ખોડિયારના ભજિયા , હરિન પાઠકના બંગલાની પાસે લિજ્જતના ખમણ , બાપુનગરમાં મુક્તિધામ એસ્ટેટના મરચા ની  ચિપ્સના ભજિયા અને કુંભાણિયા (મરચાની મમરીના ભજિયા) , લા ગજ્જરની સામે દેવાર્શના પરોઠા , લકીની બાજુમાં શશીનુ ચવાણું , વસ્ત્રાપુર હનુમાન દાદા પાસેના પરોઠા , ઝવેરીવાડના જૈન ફરસાણના ભાખરવડી અને કેળાવડા , જનતાનો કોકો , ઝવેરીવાડની દાળિયાની ચટણી , બાલા હનુમાન ગાંધી રોડના રગડા-સમાસા , રામ વિજયના ફાફડા-જલેબી , ભૂતની આંબલીના ફાંફડા , ઇન્દુબેન ખાખરાવાડાના ચણાચોર ખાખરા અને ઢોસાના ખાખરા , એલઆઈસી બિલ્ડિંગની સામે પથ્થર કૂવાના મરચા અને કેળાની વેફર્સ , ઇન્કમ ટેક્સ પર પંડિતની સેન્ડવીચ , રેવડી બજારનો રબડી આઇસ્ક્રીમ , અંકુરના આણંદ દાલવડા , ઝવેરીવાડના મારવાડીના પાપડના ગુલ્લા , મેન્ટલ હોસ્પિટલ સામેના છોલે ભટુરે

રાજકોટ: મયૂર ભજિયા , મનહરના સમોસા-ભજિયા , ઢેબર ચોકના આઇસ્ક્રીમના ભજિયા , જય અંબે , ખેતલા આપા અને મોમાઈની ચા , રામ ઔર શ્યામના ગોલા , સોરઠિયાવાડી સર્કલની હંગામાં કૂલ્ફી , ભક્તિનગર સર્કલનો સોના-રૂપાનો આઇસ્ક્રીમ , કરણપરાના બ્રેડ કટકા , એરપોર્ટ ફાટક પાસેના ઢોસા , જોકરના ગાંઠિયા , સુર્યકાંતના થેપલા-ચા , જયસિયારામનાપેંડા , રસિકભાઈનોચેવડો , જલારામનીચિકી , ગોરધનભાઈનોચેવડો , આઝાદના ગોલા , બાલાજીની સેન્ડવીચ , અનામના ઘુઘરા , ઇશ્વરના ઘુઘરા , રાજુના ભાજી પાંવ , મગનલાલનો આઇસ્ક્રીમ , સોનાલીના ભાજી પાંવ , સાધનાની ભેળ , નઝમીનું સરબત , રાજમંદિરની લસ્સી , ભગતના પેંડા , શ્રીરામનીચટણી ,પટેલના ભાજી પાંવ , સંતકબીર રોડનું ચાપડી-ઉંધીયુ , રઘુવંશીના વડાપાંવ , બજરંગની સોડા , ન્યૂ સર્વશ્વર ચોકના બ્રેડ કટકા , કાલાવડ રોડ પર ફાયર બ્રિગેડની સામેના ઢોસા , નિર્મલા કોન્વેટ પાસેના ઢોસા , કોટેચા ચોક પાસેની કચોરી-સમોચા , સંતકબીર રોડની રાંદલના ભાજી પાંવ , મેટોડા જીઆઈડીસીમાં બાલાજીના ભજિયા

વડોદરા: દુલીરામના પેંડા , મહાકાળીનું સેવઉસલ , પારસનું પાન , ભાઇભાઇની દાબૅલી , શ્રીજીના વડાપાંવ , એમજી રોડ પર લાલાકાકાના ભજિયા , મંગળબજારમાં પ્યારેલાલની કચોરી , ન્યાયમંદિર પાસે સત્યનારાણ અને રાજસ્થાની આઇસ્ક્રીમ , રાજમહેલ રોડ પર રાજુના ખમણ , અલ્કાપૂરીમાં બોમ્બે સેન્ડવીચ , કોઠી ચાર રસ્તા પાસે મનમોહનના સમોસા , જગદિશનો ચેવડો , ટેસ્ટીના વડાપાંવ , ફતેહરાજના પૌવા , વિનાયકનો પુલાવ , લાલાકાકાના ભજિયા , નાળિયેર પાણીની સિંગ , ખાઉધરા ગલી પાસે ડાયાભાઈના મૈસૂર મસાલા ઢોસા

સુરત : રમેશનો સાલમપાક , કિશોરનો આઇસ્ક્રીમ , જાનીનો લોચો , લાલ દરવાજાનો ગોપાલનો લોચો , ગાંડાકાકાના ફાફડા , વરાછા રોડ પર વૈશાલીના વડાપાંવ , અઠવા લાઈનના કાકીના ભાજી પાંવ , ચોપાટી પાસે મહેશનો પુલાવ , વેડ દરવાજા પાસે પટેલની તવા સબ્જી , અંબાજી રોડ પર સુરતીના ખમણ , લાલગેટ પાસે મજદાની નાનખટ્ટાઈ , ભાગર વિસ્તારમાં રામજી દામોદરનું ભુસ્સુ , ખાંડવાળાની શેરીના સુરતી સરસિયા ખાજા , લી??ડા ચોકમાં ચેવલીના ભજિયા , ઝાંપાબજાર પાસે આદર્શની ચા , દાળિયા શેરીની નરેશની ભેળ , બેગમપુરામાં મઢીની ખમણી , સલાબતપુરામાં સેન્ડીકેટના સમોસા , મોટા વરાછામાં કુંભણિયા ભજિયા , ટેક્સટાઇલ માર્કેલ પાસે પહેલવાનાના ચોલે ભટુરે , ભાગર વિસ્તારમાં મોટી હરજીની જલેબી , ઉધના મગદલ્લાનો હજુરીનો સોસિયો , વરાછા રોડ પરના મયૂરના ભજિયા

ગાંધીનગર: મયુરના ભજિયા , ગાંઠીયારથનાગાંઠિયા , મહાલક્ષ્‍મીના ખમણ , મહારાજના દાળવડા , ભાભીના   ભજિયા , બટુકના ગોટા , મોરલીના ઢોંસા , પુજાના ઢોકળા , સેંધાના ગોટા , અક્ષરધામનીખીચડી , લક્ષ્મીબેકરીનાપફ અને પેટિસ અને નાનખટ્ટાઈ , વૈષ્ણોદેવીપાસેશિવશક્તિનીદાલ-બાટી


અમરેલી : ચક્કાભાઈની ચા , જયહિન્દના ગોટા , ટાવર પાસે ગોપાલની જામેલ લસ્સી , હિરાભાઈના દૂધના પેંડા અને નાના બસસ્ટેન્ડની ચા , ભગતનું ઉંધીયુ , મહારાજના ભાજીપાંવ , શિતલનુ કોલ્ડપાન

ભૂજ : બાસૂદી ગોળા , રજવાડી ગોળા , આઇસ્ક્રીમ ગોળા , વાણિયાવાડ ખાવડાના સાટા , પકવાન અને ગુલાબપાક , ગોવિંદજીના પેંડા , મધુની ભેળ , ધીરૂભાઈની રોટી , શંકરના વડાપાંવ

સુરેન્દ્રનગર: ભાભીના ભજીયા , રાજેશનાસમોસા , જગદંબનાપરોઠા , ઉકાનુંપૂરી-શાક , સિકંદરનીસિંગ, નોવેલ્ટીનાપરોઠા -શાક , પેરામાઉન્ટનો આઇસ્ક્રીમ , ચેતનાનીદાબેલી , દાળમિલમાંસાગરનીખસતાકચોરી , એસ્ટ્રોનનુંપાન , કિસ્મતનીસોડા , સૂર્યાનાભાજીપાંવ , ગોકુલનુંસીઝલર , ગોપાલ ના મસાલાપાંવ

જામનગર : એચ.જે.વ્યાસનો શીખંડ , વલ્લભભાઈના પેંડા , જનતા ફાટકના વણેલા ગાંઠિયા , જગદિશનો ફાલુદો , ગીતાનો આઇસ્ક્રિમ , જવાહરના પાન , દિલિપના ઘુઘરા , ઉમિયાના ભજિયા , લખુભાઈનો રગડો , ગીજુભાઈની ભેળપૂરી , ડાયફ્રુટની કચોરી

મહેસાણા: સહયોગના પેંડા , મુરલીના વડા પાંવ , પટેલની ખમણી , સ્ટેશનની ચા , રામપુરા ચોકડીની દાબેલી , ક્રિષ્નાની દાબેલી

બારડોલી : જલારામના પાંતરા , જલારામના ખમણ , જલારામની ખીચડી , મહારાણાના દાણા-ચણા , ભરકાદેવીનું આઈસ્ક્રીમ , જેઠાની પાંવભાજી

જેતપુર : વજુગીરી ના ભજીયા , દિપકની દાબેલી , નાથબાપાના લસણિયા સેવ મમરા , ભગતના પેંડા

ભાવનગર : ભગવતીનું સેવ-ઉસળ,ગાંઠિયા

આણંદ : રેલવે સ્ટેશનની દાબેલી , પાંડુના દાલ વડા , યોગેશના ખમણ , સાસુજીનો હાંડવો

દાહોદ : બાદશાહ કૂલ્ફી

ગોધરાઃ પેટ્રોલ પંપના ભજિયા , ગાયત્રીની લસ્સી , શંકરની ભાજી-પાવ , ગોપાલનો ગોટો

બોટાદ : જેરામભાઈનો ચેવડો

મોરબી‍‍ : પકાના ભૂંગરા બટાટા , કાનાની દાબેલી , ભારતની પાણી પુરી , મયુરના ભજિયા , ચક્કાના બ્રેડ બટાટા , જૈનના ખમણ

નવસારી: વિકાસના સમોસા , મામાની પેટીસ

ધારી: કનૈયા ડેરીનો શીખંડ

મહુવા: વરિયાળીનું સરબત

નડિયાદ: સિંધી બજારનું ગળિયું ચવાણું , વસોગામના પત્તરવેલિયા,પંજાબ બેકરી ના પફ


                   "  ગુજરાતમાં ક્યાંનું શું વખાણાય છે ?"

અમદવાદના મસ્કાબન , કટિંગ ચા , મકરસંક્રાતિ
સુરતનું જમણ , ઘારી , સુરતણફેણી , ખમણ ઢોકળા , ઉઘીયું અને લોચો
રાજકોટની ચીકી , પેંડા , બ્રેડ કટકા અને રંગીલી પ્રજા
વડોદરાનો લીલો ચેવડો , ભાખરવડી અને નવરાત્રિ
જામનગરની બાંધણી , કચોરી , તાળા , આંજણ અને પાન
કચ્છની દાબેલી , ગુલાબપાક , કળા કાળિગીરી અને ખુમારી
મોરબીના તળીયા (ટાઇલ્સ) , નળિયા અને ઘડીયાલ
ભરુચની ખારી શિંગ
સુરેન્દ્રનગરના સેવમમરા , કચીરીયું અને શીંગ
ભાવનગરના ગાંડા , ગટર , ગાંઠિયા અને ફૂલવડી
પાલનપુરનું અત્તર , પેંડા , ખાખરા અને હીરાના વેપારી
સોરઠનો સાવજ , કેસર કેરી,
પાટણની રેવડી , દેવડા અને પટોળા
પોરબંદરની ખાજલી , ગોટી સોડા અને માફિયા
નવસારીની નાનખટાઇ
ખંભાતનું હલવાસન
ડાંગનો ચોખ્ખાનો રોટલો , નાગલી , વાંસનું શાક અને ડાંગ દરબાર
વલસાડના ચીકુ અને હાફૂસ
ડાકોરના ગોટા અને સકરિયા અને મલાઇ મારેલું દૂધ
પંચમહાલની તાડી અને મહુડો

                                                                                                                       Courtesy : Divya Bhaskar