Wednesday, July 4, 2012

ગુજરાતી છીએ ભાઇ..!!


       વધેલા શરીરવાળા ગુજરાતીઓ માટે કસરત એટલે જમ્યા પછી પાનના ગલ્લા સુધી ચાલતાં જવું તે. મોઢામાં પાન કે મસાલો દબાવી કલાકો સુધી વિષયવિહીન ચર્ચાઓ કરવામાં ગુજરાતીઓની માસ્ટરી છે. પાનના ગલ્લા અને ચાની કીટલીઓ એ ગુજરાતીઓ માટે વૈચારિક આદાન-પ્રદાન માટેના આદર્શ સ્થાનકો છે. સાચો સમાજવાદ આ બે જગ્યાઓએ જ જોવા મળે છે. અહીંયા ગાડી, સ્કૂટરવાળા સાથે જ મજૂર પણ ઊભો રહી ચા પીતો હોય છે. (આ વાત પર બે કટિંગ ચા થઈ જાય, હોં ભઈ!)
         
      દરેક ગુજરાતી મા-બાપને તેમના સંતાનોને ડોક્ટર, એન્જિનિયર કે સી.એ. બનાવવામાં જ રસ હોય છે. સંતાનોની કરિયર મા-બાપ જ નક્કી કરે છે. કોઈ ગુજરાતી મા-બાપને એવું કહેતા સાંભળ્યા નથી કે ‘મારે મારા દીકરાને કલાકાર બનાવવો છે, મારે મારી દીકરીને ચિત્રકાર બનાવવી છે, મારો દીકરો ફોજમાં જશે, મારી દીકરીને એથ્લિટ બનાવવી છે, મારા દીકરાને ફેલ્પ્સ જેવો તરવૈયો બનાવવો છે.’ (નાટક-ચેટક, કવિતા, સાહિત્ય-લેખનના રવાડે ચઢેલા છોકરાંવને તો આઉટલાઈનના કહેવાય છે, હોં ભઈ !)

                  રૂપિયા કમાવા સિવાય બીજો કોઈ પણ શોખ ન ધરાવતા ગુજરાતીઓનો એક શોખ ખૂબ જાણીતો છે રજાઓમાં ફરવા જવાનો અને તે પણ સાથે ખૂબ બધા નાસ્તા લઈને. જ્યારે અને જ્યાં પણ ફરવા જઈએ ત્યારે ડબ્બાઓના ડબ્બા ભરીને સેવમમરા, ઢેબરાં,ગાંઠિયાં, પૂરીઓ, અથાણાં સાથે લઈને નીકળીએ છીએ. ઘર બદલ્યું હોય એટલો બધો સામાન લઈ ટ્રેનમાં ખડકાઈએ છીએ અને ટ્રેન ઉપડે કે પંદર જ મિનિટમાં રાડારાડી કરતાં નાસ્તાઓ ઝાપટવા મંડીએ છીએ અને ઢોળવા મંડીએ છીએ. ગુજરાતીઓના ફરવાના શોખના કારણે પરદેશની ટૂરમાં ગુજરાતી થાળી મળતી થઈ ગઈ છે. જો ગુજરાતીઓ ફરવાનું બંધ કરી દે તો બધી જ ટ્રાવેલ્સ એજન્સીઓ અને પેકેજ ટૂર, કપલ ટૂરવાળાઓનું ઉઠમણું થઈ જાય. (આપણે ફરવાની સાથે ફરવાની સલાહ આપવાના પણ શોખીન છીએ. નવસારી સુધી પણ નહીં ગયેલો માણસ નૈનિતાલ કેવી રીતે જવું તેની સલાહ આપી શકે, હોં ભઈ!)

                        ગુજરાતીઓના લેટેસ્ટ બે શોખ. એક – ટુ વ્હીલર અને બીજો – મોબાઈલ. જગતમાં સૌથી વધારે ટુ વ્હીલર ગુજરાતમાં ફરે છે. આપણું ચાલે એક રૂમમાંથી બીજા રૂમમાં જવા માટે પણ ટુ-વ્હીલર વાપરીએ. પહેલાના જમાનામાં એવું કહેવાતું તું કે ‘દેવું કરીને પણ ઘી પીવું.’ હવે એવું કહેવાય છે કે ‘દેવું કરીને પણ બાઈક લેવું.’ ગુજરાતીઓના ‘દિલની સૌથી નજીક’ જો કોઈ હોય તો તે છે મોબાઈલ (કેમકે આપણે મોબાઈલને હંમેશાં શર્ટના ઉપલાં ખિસ્સામાં જ રાખીએ છીએ.) જાત-જાતના મોબાઈલ, ભાતભાતની રિંગટોનનો આપણને જબરજસ્ત ક્રેઝ છે. મોબાઈલની સૌથી વધુ સ્કિમ આપણા ગુજરાતમાં જ છે અને તેનો સૌથી વધુ લાભ પણ ગુજરાતીઓ ઉઠાવે છે. જો સ્કિમમાં ‘ફ્રી’ લખ્યું તો તો ‘ખ…લ્લા…સ’. રાત્રે દસથી સવારે છ, ‘મોબાઈલથી મોબાઈલ ફ્રી’ એવી સ્કિમ જાહેર થાય એટલે ગુજરાતીઓ મચી જ પડે.. બાજુ-બાજુમાં બેઠા હોય તો પણ મોબાઈલથી મોબાઈલ વાતો કરે ! (હે…લો…, અને જ્યારે બિલ આવે ત્યારે કંપનીવાળા જોડે સૌથી વધુ બબાલ પણ આપણે જ કરીએ છીએ, હોં ભઈ !)

                     ગુજરાતીઓની સ્વભાવગત ખાસિયત પણ અનોખી છે. આપણે એવર ઓપ્ટિમિસ્ટ એટલે કે સદાય આશાવાદી માણસો છીએ. શેરબજાર ક…ડ…ડ…ડ…ભૂ…સ…કરતું તૂટે તો પણ આપણે આશા રાખીએ છીએ કે ‘કશો વાંધો નહીં, કાલે બજાર ઉપર આવી જ જશે.’ આ સાથે આપણે ગુજરાતીઓ એટલા જ ખમીરવંતા પણ છીએ. ભૂકંપ આવે, પૂર આવે કે બોમ્બ બ્લાસ્ટ થાય, આપણે ત્યાં બીજા દિવસથી તો બધું રાબેતા મુજબ….
.
                      ગુજરાતીઓની એક સૌથી મોટી ખાસિયત, ખૂબી, વિશેષતા, વિલક્ષણતા એ છે કે આપણે ગુજરાતીઓ ક્યારેય પણ કોઈનાથી ઈમ્પ્રેસ થતા નથી. સાદા શબ્દોમાં કહીએ તો આપણે ક્યારેય કોઈથી ઘીસ ખાતા નથી. ગમે તેવો મોટો ચમરબંધી હોય પણ આપણે તેનાથી અંજાઈ જતા થી. ‘એ લાટસા’બ હોય તો એના ઘેર, મારે શું ?’ આવી તાસીર જ આપણને ‘જીદ કરી દુનિયા બદલવાની’ શક્તિ આપે છે અને તેના લીધે જ ગુજરાતની ધરતી પર ગાંધીજી, સરદાર અને ધીરુભાઈ જેવી હસ્તીઓ પાકી છે. (શું કહો છો, બરાબરને ભઈ?)હાચુ કઉં તો મને તો ઍક ગુજરાતી હોવાનો બહું ગર્વ છે, તમને છે?જો હા તો, ઍક સાચા ગુજરાતી તરીકે તમે પણ આપણી આ ‘ગુજરાતી ગૌરવ ગાથા’ ને આગળ ધપાવો.
                                                                                                       
                                                                                                - જલ્સા કરો ને જેન્તિલાલ.
                                                                                                

Sunday, June 3, 2012

તમને નથી ખબર..? તો પુછો ઇન્ટરનેટ ને....!!


                આજ નો યુગ એટલે કમ્ટપ્યૂર અને ઇન્ટરનેટ નો યુગ,ગમે ત્યા જાઓ હવે તો ભાઇ ઇન્ટરનેટ કે કમ્પ્યૂટર વગર ચાલે જ નહી,એ પછી કોઇ જગ્યાએ ટિકીટ બૂક કરાવા જાઓ,કે હોટેલ મા જાઓ,કે બેંક મા જાઓ,કે કોઇ કોરપોરેટ ઓફિસ મા,ગમે ત્યા જાઓ કમ્ટપ્યૂર હોય હોય ને હોય જ! જેમા ઇન્ટરનેટ ના હોય તેમ બને જ નહી!નાના કામ થી લઇ ને મોટા કામ મા હવે તો ભાઇ ઇન્ટરનેટ વિના થાય જ નહી! "ઇન્ટરનેટ વિના સુનો સંસાર" આવી પરિસ્થિતિ થઇ છે બરાબર ને?    

               ઇન્ટરનેટ નો ઉપયોગ દરેક લોકો અલગ અલગ રીત થી કરતા હોય છે જેમ કે કોઇ પણ વસ્તુ ની સચોટ માહિતી માટે,કે નવી વસ્તુ જાણવા માટે,કોઇ કામ માટે,કે કોઇ ફક્ત મનોરંજન માટે. ઇન્ટરનેટે વિશ્વ ને ઘણુ બધુ આપ્યુ છે,ઘણી નવી શોધો થાય છે,આપણી દરેક આરામદાયક જિંદગી ના ટાઇમ ટેબલ ને વધારે સાનુકૂળ બનાવનાર માધ્યમ થઇ ગયુ છે.આપણુ ગમે તે કામ હોય ઇન્ટરનેટ થી એકદમ સરળ..

                 મિત્રો,આજે આપણે મોટાભાગે કોઇ પણ વસ્તુ જાણવા કે જોવા ગૂગલ સર્ચ એન્જીન નો ઉપયોગ કરીએ છીએ,બરાબર? કોઇ ને કઇક બતાવવુ હોય તો પણ કહીએ કે "અરે યાર ગૂગલ પર લખને એટલે આવી જશે..!!" પણ બોસ ગૂગલ ન હતુ ત્યારે? ત્યારે ભાઇ યાહુ હતુ,કે બીજુ કોઇ સર્ચ એન્જીન પણ શુ ગુગલ જેટલી મજા આવતી ત્યારે? ના.! અરે આ બધુ છોડો,સર્ચ એન્જીન જ નહોતા ત્યારે?

                 આજે તો કેટલી બધી સરળતા થી બધુ જાણી શકાય છે!પણ જ્યારે સર્ચ એન્જીન ન હતુ ત્યારે પહેલુ સર્ચ એન્જીન ઇ.સ ૧૯૯૦ મા બન્યુ જેમા આ રીતે દર્શાવામા આવતુ

 
                કેટલાય સર્ચ એન્જિનો આવતા રહ્યા જેમા પ્રખ્યાત ASK,AOL,MSN,YAHOO,BING,GOOGLE જેવા રહ્યા છે,પણ જેમા ખુબજ પ્રખ્યાત જે છે તે આપ સૌ જાણો જ છો...તે છે  GOOGLE, દરેક લોકો એ વેબ બ્રાઉસર મા ગુગલ જ હોમપેજ મા સેટ કરીને રાખ્યુ હશે  ,સર્ચ એન્જિન ની વાત બઉ થઇ હવે,બીજા બ્લોગ મા વિસ્તાર પૂર્વક ચર્ચા કરીશુ,હવે આવીએ મુળ વિષય પર,આપણે વાત કરતા હતા ઇન્ટરનેટ ની,સર્ફિંગ ની,સ્માર્ટ સર્ફિંગ ની.

            
                                          આજે કોઇ પણ વિષય પર લેખ જોવો હોય તો એકજ નામ આવે,એ નામ કોનુ? હા વિકિપીડિયા.દુનીયાભર ના ગમે જે વિષય પર લેખ વાચવા મળી જાય. જેની શરુઆત કરી હતી જીમી વાલેસ અને લેરી સેંજરે ૧૫ જાન્યુઆરી ૨૦૦૧ ના દિવસે.યુ.એસ મા.પહેલા આપણ ને કોઇ વિષય પર
આટલી સરળતા થી માહિતી ન મળતી જેવી કે અત્યારે વિકિપીડિયા પાસે થી મળે છે. કોઇ પણ શબ્દ લખો એટલે પહેલી લિંક તો વિકિપિડિયા ની જ મળે.






      






jimmy wales


                                                                                                                                     Larry Sanger


                 આતો થઇ વિકિપિડિયા ની વાત,ઇન્ટરનેટ ના બીજા ફંક્શન તો હજી બાકી છે.પિકાસા,બ્લોગર,વલ્ડપ્રેસ,યાહૂ આન્સર કે પછી ઓનલાઇન લર્નીંગ,યુટ્યુબ,ને બીજુ ઘણુ બધુ.....આખી દુનીયા ને સમાવી લિધી છે.


                  ફોટા ની સાચવણી નુ કેન્દ્ર તથા સ્ટુડિઓ એટલે પિકાસા,ગામ આખા ના વિડીયો સચવાય યુટ્યુબ પર,ગીતો માટે હંગામા તથા ઇન.આખા ગામ ની પંચાત થાય સોસિયલ નેટવર્કિગ સાઈટ્સ મા,જેમા ટ્વિટર,ફેસબૂક તો મોખરે છે.


                 બીજુ પણ ઘણુ છે જાણવાનુ તો બસ થઇ જાઓ શરુ ને ચાલુ કરો ના ખબર હોય તે ઇન્ટરનેટ ને પુછવાનુ,કારણકે "પુછને મે ક્યા જાતા હે"......
                                                                      - Ankur Patel