Wednesday, June 19, 2013

ઉનાળા નો યાદગાર પ્રવાસ... (પ્રવાસ વર્ણન ૧)

                                              ૯ મે ૨૦૧૩,સવાર ના ૬ વાગ્યાની સાથે જ અમારો સફર શરૂ થયો, ઉનાળાના આકરા તાપ અને અમદાવાદની ગરમી માં સવારની ઠંડક સારી લાગતી હતી,સફરની વાત પર આવીએ તો મારે અમારા સબંધીઓ ને ત્યા રહેવા જવાનુ હતુ,જેમા અમારા માસીયાઈ ભાઈ(કઝીન)પણ જોડાયા હતા,વેકેશન ના નિયમ અનુસાર દરેક બાળકો એમના મામા,માસા,માસી,કાકા,કાકી ના ઘરે જાય,તો અમે પણ બાકી કેમ રહી જઈએ ભાઈ..?? મોટા થયા તો શુ થયુ બરાબર ને..?? તેથી અમે પણ અમારી ટુર ઉપાડી... અમદાવાદ થી સુરત,સુરત થી મામા ને ત્યા દેરડી(રાજકોટ જિલ્લામા ગોંડલ તાલુકા નુ ગામ) ત્યા થી માસીયાઈ ભાઈ ના ગામ અનીડા(અમરેલી જિલ્લામા કુંકાવાવ તાલુકા નુ ગામ) ત્યા થી અમરેલી,અમરેલી થી પાછા દેરડી,અને ફાઈનલી આપણા ઘર અમદાવાદ...!! જેમા લગભગ ૨૦ થી ૨૫ લોકો ને ત્યા જમવાનુ કે ચા-પાણી નુ આમંત્રણ સ્વીકારવાનુ.

                                      તો સવારના ૭ કલાક ની અમદાવાદ થી સુરત તરફ જતી એસ.ટી બસમા અમારો સફર શરૂ કર્યૉ, સવાર સવારમાં એક્સ્પ્રેસ હાઇવે પર જતી બસને જોવાનો આનંદ અનેરો હતો,કોલ્ડ્રીંક-વેફર્સનો આનંદ માણવાની સાથે સાથે સફર ની મજા જ કઈક ઓર હોય છે.. લગભગ ૧૨;૩૦ કલાકે સુરત ઉતર્યા,ને હજી ઉતર્યાની સાથે જ યજમાન(એટલે કે અમારા માસા)અમને તેડવા આવ્યા,સુરત શહેરમા વરાછા વિસ્તાર મા તેઓ એક ફ્લેટમાં રહે છે,વરાછા વિસ્તારની વાત કરો તો સુરતનો એક મોટો પોશ વિસ્તાર છે,જ્યા સૌથી વધુ મુળ સૌરાષ્ટ્ર ના લોકો વસે છે,એક પ્રકારે સૌરાષ્ટ્રજ કહો તો પણ ચાલે,સૌ કોઇ કાઠીયાવાડ ના લોકો જોવા મળે,થોડીક ક્ષણ માં અમે એમના ફ્લેટ પર પોહચ્યા,તે ફ્લેટ જુના બાંધકામ વખતનો છે,જેથી તેમા લિફ્ટ ની સવલત નથી,અને તેમનો ફ્લેટ ચોથે માળ હતો,અમેતો અમારા બોરીયા ઉપાડતા ૧...૨...૩.... અને છેવટે ૪ માળે પોહચ્યા.હાશ....!! હવે તો નક્કી કર્યુ છે, કે બને તો હવે ઉનાળામાં કોઇ ના ઘરે જવાનુ ટાળવુ. એનુ ફક્ત એકજ કારણ છે કે એકતો ઉનાળામાં પાણી,ઠંડાપીણા..એમ વધારે પીવાતા હોય તો ભુખ ઓછી લાગે, ને કોઇ ના ઘરે જઈએ તો સૌથી પહેલા વેલકમ ડ્રીંક આવે ત્યારબાદ જમવાનુ અને એમાય ઉનાળા ના સ્વામી એટલે કેરી...અને કેરી નો રસ..ઓહોહોહો..કોને ન ભાવે..પણ ભુખ જ ઓછી લાગે તો શુ લુમ કેરી ખાવાના..!!! અને જેના ઘરમા તમે જમવા જાઓ તો તો આપણ ને ખબર છે આપણા ગુજરાતીઓ ની સ્ટાઈલ,ખાધા કરતા ખવડાવે જાજુ.
                            
                                          અમે ઘરમા પ્રવેશ કર્યૉ,ને પ્રવેશતાની સાથે જ વેલકમ ડ્રીંક આવ્યુ.ને ત્યારબાદ કેમછો..મજામા.?? શુ કરે છે ઘરે બધા..?? એવી જ્યા ત્યા ની વાતો કર્યા બાદ જમવાનુ પિરસવામા આવ્યુ..!! ને મારી કઠણાઈ શરૂ થઈ...!! કારણ કે અમે ટ્રાવેલીંગ દરમ્યાન ઘણુ બધુ કોલ્ડ્રીંક-નાસ્તો કર્યો હતો,(આમ તો ના કરવા જેવો હતો પણ હવે થાય શું ??) અને ભાઈ જ્યા જમવા જાવ ત્યા થોડુ આ બધી પીડા જોવાય,,!!!, જાત-જાત ની વાનગીઓ પીરસવામા આવી...!! ખરેખર ફુલપેટ ખાઈને જે ઊંઘ આવી છે ને..!! આ હા હા...!! સાંજના ૫ વાગ્યા સુધી આરામ કર્યો....ત્યારબાદ વાતો-ચીતો માં સમય પસાર કર્યો, રાત્રે સુવા માટે અમે ફ્લેટના ધાબા પર જતા હતા,કારણ કે અમારા ઉપર સીધુ ધાબુ આવતુ હતુ. ઉનાળામાં ધાબાપર સુવાની મજાજ કઈક જુદી હોય છે...!! વાતો કરતા કરતા ક્યાય મોડી રાત વિતી જાય ખબર જ ના પડે..!! ઠંડો ઠંડો પવન વાતો હોય, ને મીઠી નીંદર બાદ સોનેરી સવાર.

                                સુરતમાં અમારા માસીયાઈ ભાઈના અમુક સગા-સબંધીઓ રહે છે, હવે વર્ષો બાદ સુરત ગયા હોય અને તેમના ઘરે પણ મહેમાનગતી કરવા ના જઈએ તે અયોગ્ય ગણાય, તેથી અમે ત્યા પણ ગયા, લગભગ ૩ જેટલા ઘરે જવાનુ હતુ દરેક જગ્યાએ જમવાનુ આમંત્રણ, અને પાછુ ત્યા રોકાવુ પણ પડે, એટલે લગભગ ૩ દિવસ સવારનુ જમવાનુ તે બધાને ત્યા થઈ જતુ, સાંજે અમે અમારા માસા ના ઘરે પાછા આવી જતા. એમ ૩-૪ દિવસ તો ક્યા નીકળી ગયા ખબર જ ન પડી. ત્યારબાદના દિવસોમાં સવારે આંટો મારવા માટે સુરતના વિસ્તારોમાં ફરતા બપોર થતા ઘરે આવી પાછા સાંજના નીકળી પડતા,એમ કરતા કરતા અઠવાડિયુ નીકળી ગયુ, રવિવાર ના દિવસે અમારા માસા તથા સહકુટુંબ ઉભરાટ બીચ પર ફરવા ગયા. તે દરિયા કિનારા ના વર્ણનમાં કહીએ તો તે દરિયો આમ ઢાળમા આવતો હોય એટલે કે રસ્તાના સ્પિડ બ્રેકરની જેમ ઉભરાઈને આવતો હોય તેમ લાગે, કદાચ તેથીજ તેનુ નામ ઉભરાટ પડ્યુ..સુરત જેવા શહેરમાં રહેવાની મજા પડે, જ્યા મેઈનરોડ જોવો ત્યા બ્રીજ જોવા મળે, જોકે આમા ટ્રાફીકની સમસ્યાનો ઉકેલ આવે, તાપી નદીના ભરડાને કારણે ત્યા ગરમીનુ પ્રમાણ ઓછુ જોવા મળે,(અમદાવાદ કરતા તો ખુબજ ઓછુ..!!).  સુરતના પ્રવાસ નો અંત અહી થાય છે, નવા નવા લોકોને મળવાની, તથા અનેક યાદો ને મનમા પુરી ને હવે મામાનાં ઘરનો વારો છે...ત્યા પણ જઈ આવીએ ને....!!

                                      અમારે બુધવારે સુરત થી દેરડી ગામે જવાનુ હતુ.. જેનુ વર્ણન પછીની પોસ્ટ માં કર્યુ છે..











Saturday, April 20, 2013

રિયલ ગુજરાતી પબ્લીક સ્ટેન્ડ..!!


                                  ગુજરાત ના તમામ સ્થળ મા જાવ,કોઇ જગ્યા એવી જોવા ન મળે કે જ્યા પાન નો ગલ્લો ન હોય,જ્યા જાતજાત ના ભાતભાત ના લોકો ભેગા થાય અને ગામ આખા ની વાતો જાણવા અને સાંભળવા મળે,એક પ્રકાર નુ સ્ટેશન,સ્ટેન્ડ,કે પછી એક હબ બની ગયુ છે. તમે ગુજરાતમા ગમે તે છેડે જાવ,ત્યા કોઇ પણ જગ્યાએ સારો એવો પાનનો ગલ્લો ના મળે એવુ બને જ નહિ,,  એક પ્રકાર ની પેશન બની ગયુ છે,

                                  આપણી જ વાત કરીએ તો આપ કોઇ ને ત્યા મહેમાન બનીને જાવ,ત્યા પણ યજમાન તમને જમાડી ને આંટો મારવાના બહાને ત્યાના લોકલ પાનના ગલ્લે લઈ જશે,અને આપ પણ આપને ત્યા કોઇ મહેમાન આવે તો આપના લોકલ ગલ્લે લઈ જશો,,બરબર ને ?? અને પાછુ એમાય જેતે ગલ્લે ખાતુ તો હોયજ,તે વગર તો પાન-મસાલા હજમ ના થાય, મહેમાન પૈસા ના આપીદે એટલે પહેલેથી જ ગલ્લા વાળાને ટ્રેનીંગ આપી હોય,

                               અને હવે તો મે જોયુ છે કે પાન ના ગલ્લા તો પ્રોફેશનલ ડિસકસ માં તો ફેમસ થઈ ગયા છે.નાની મોટી ડીલ ની મીટીંગ પણ પાન ના ગલ્લે ફટાફટ થઈ જાય છે,ને ઠંડુ પીવાનુ બહાનુ મળી જાય,ને પાછુ ગલ્લા ની આગળ ચા ની કિટલી હોય...ઓહોહોહો..!! તો તો જામો પડી જાય હો..!!

                             આ ગલ્લા રસિકો ને લિધે તો પાન ના ગલ્લા પણ હવે શોરૂમ જેવા લાગે છે,,બોલો..!! તમે જોયા હશે હવે તો ભાઈ ગલ્લાવાળા પણ એ.સી લગાવે છે,ને ગલ્લાઓ પણ એવા શોરૂમ જેવા શણગાવેલા હોય..!! ગલ્લા માં,નવી જુની,રાજકારણની,અને હા મેચ હોય તો તો ગલ્લાઓ ઉભરાય,આવી રોનક તો ગુજરાત માં જ જોવા મળે હો...!!

                         પણ એક જનજાહેર વાત કહુ તો,,આ ગુટખા,પાન,બિડી,તમાકુ,મસાલ છેવટે તો આપણા ડોક્ટરો ની અપોઇમેન્ટ કરાવે છે,અને કેન્સર ને આમંત્રણ આપે છે.તો તે વ્યસન ન લો તો સારુ,હા પણ વ્યસન ના બદલામા મીઠા-ઠંડા પાન ની મજા તો કઈક અલગ જ છે,વ્યસન છોડી તે જરૂર ખાઓ.