Sunday, February 12, 2012

"Real Life Manners"


                           મિત્રો આપણે જીવન મા મેનર્સ,ડિસીપ્લિન,હોનેસ્ટી,સિન્સ્યારીટી.....વગેરે શબ્દો ઘણીવાર વારંવાર સાંભળ્યા હશે ખરૂ ને..??

                           પણ આપ જાણો છો કે આ બઘા પાર્ટ જીવન મા સારો એવો બદલાવ લાવી શકે છે? ચાલો વીસ્તાર થી સમજીએ..

               ઘણા લોકો કહેતા હશે કે પોઝીટીવ વીચાર કરવો,નેગેટીવીટી ને દુર રાખો, તેમ છતાય આપણે નેગેટીવીટી ની પાછળ જ દોડતા રહીએ છીએ,પોઝીટીવ વિચાર કરવા નૂ મુખ્ય પાસુ "Law of Attraction"  એટલે કે આકર્શણ નો સિધ્ધાંત છે. હવે આ આકર્શણ નો સિધ્ધાંત શુ કહે છે,તો

                  આકર્શણ ના સિધ્ધાંત મુજબ કોઈ પણ વસ્તુ ને આકર્શાવા માટે આપણે આપણા મન ને તેની પર પુરેપુરુ ફોકસ કરવાથી તે ભવીષ્ય મા પણ આકર્શાય છે. એક જુની વાત કહુ તો એક વાર એક છોકરો બિલકુલ સામાન્ય છોકરો,તેને ચિત્રો દોરવાનો બહુજ શોખ,તે ખુબજ સૂંદર ચિત્રો દોરતો તેની કલ્પના દ્વારા,તેના બધાજ ચિત્રો ખુબજ સૂંદર હતા પણ તે એક ચિત્ર પર ખુબજ ધ્યાન દોરતો જે ચિત્ર મા તેણે એક સૂંદર મહેલ નુ સર્જન કર્યુ હતુ.અને રોજ તેને જોઇ ને ફક્ત એકજ વાત વિચારતો કે એકવાર હુ પણ આવા મહેલ નો માલીક બનીશ,અને ખરેખર એક દિવસ એવો આવ્યો પણ ખર!! તમને જાણી ને નવાઇ લાગે પણ આ હકીકત છે,બીજી વાત,તને શબરિ વિષે તો જાણતા જ હશો! તેણે શુ કર્યુ બસ એકજ રટણ રામજી મારા ઘરે આવશે,રામજી મારા ઘરે આવશે.અને રામજી તેના ઘરે આવ્યા પણ ખરા..!!
       
                 એટલે કે આપણે ફક્ત આપણી વિચારસરણી હકારાત્મક કરવાથી આપણા મા પણ હકારાત્મક પરીવર્તન આવે છે,આપણા વિચારો એક તરંગ છે,જેમ અવાજ એક તરંગ છે,આપણે કોઇ પણ વિચાર કરીએ છીએ ત્યારે એક તરંગ રુપે કુદરત પાસે પોહચે છે,અને કુદરત ફક્ત એકજ શબ્દ બોલે છે "તથાસ્તુ".
એટલે આપણે નકારાત્મક વલણો રજુ કરીએ ત્યારે ઘણી વાર તેવુ થતુજ હોય છે,મારા જીવન મા પણ આ પરિસ્થીતિ થઇ ચુકી છે.

                  હકારાત્મક જીવન જીવવા માટે હંમેશા ભુલ,કે કોઇ પરિસ્થીતીઓ ને સ્વીકારો,જો કોઇએ આપની મદદ કરી હોય તો આભાર પ્રગટ કરો,જેથી તમારા મન ને એક આનંદ અનૂભવાશે,તથા સામે વાળા વ્યક્તિ ને હંમેશા ફરી એનાથી પણ સારૂ કામ કરવાની લાગણી થશે,જેમ કે તમારુ બાળક જો તમે આવો અને તમારા માટે પાણી નો ગ્લાસ લઇ ને આવે અને ત્યારે તમે એમ કહો કે "સારુ થયુ બેટા તુ પાણી લઇ ને આવ્યો મને ખૂબજ તરસ લાગી હતી" તો બાળક ફરી એનાથી પણ સારુ કામ કરવા પ્રેરાશે.
                                                                                                                                 Ankur Patel

Thursday, November 10, 2011

ડ્રાઇવીંગ કરતી વખતે કોના થી વિશેષ કાળજી રાખશો ??

"મિત્રો આ લિસ્ટ મે માર્ક કરી ને બનાવ્યુ છે,અમુક મારા અનૂભવો છે,હવે આપ જ આ વાંચી ને કહો કે આ સાથે તમે સહમત છો કે નહિ"..
   આ લિસ્ટ મા.................
                      .
                    પહેલો નંબર આવે છે મહીલાઓનોકારણ કે જ્યારે મે કોઇ મહીલા ને ડ્રાઇવીંગ કરતા જોયા છે તે હંમેશા જજમેન્ટ વગર જ ડ્રાઇવીંગ કરે!! કોઇ નિર્ણય ના લઈ શકે!! મોટાભાગ ની મહીલાઓ આવુ જ ડ્રાઇવીંગ કરે છે.!! અને જો ભુલ થી કોઇ પુરુષ મહીલા સાથે ટકરાય તો તો પુરુષ નુ આવીબન્યુ બોસ,
આવુ બધાને લાગુ નથી પડતુ પાછુ.!! અમુક પાછા સારુ ડ્રાઇવીંગ પણ કરે છે,આજે ઘણી મહીલા પાયલોટ પણ છે,પણ મોટાભાગે આવુ જોવા મલે છે.

                      બીજો નંબર આવે છે વ્રુધ્ધો નો, કારણ કે એક તો આંખે બરાબર દેખાતુ ના હોય,શરીર ના તમામ અંગો રિટાયર્ડ થઇ ગયા હોય,ડ્રાઇવીંગ કરતી વખતે કોઇ સચોટ નિર્ણય લઇ શકે નહિ,બીજી વસ્તુ કે તેમની ગતી, આમા પણ બધા વ્રુધ્ધો ની વાત નથી ચાલતી,ઘણા વ્રુધ્ધો સારુ તથા કુશળ ડ્રાઇવીંગ પણ કરે છે,અને મે તો ઘણા ને એવી રીતે ડ્રાઇવીંગ કરતા જોયા છે કે જાણે નવયુવાન ડ્રાઇવીંગ કરતો હોય,પણ અમુક એવુ ડ્રાઇવીંગ કરે કે બીજો વ્યક્તી ડરી જાય....

                      ત્રીજો નંબર આવે છે બાળકો નો, કારણ કે એક તો ટાબરીયા ઓ નવુ નવુ વાહન ચલાવતા શીખ્યા હોય,એ તો કઇ ન સમજે પણ બીજા ને કન્ફયુસ કરી નાખે ડ્રાઇવીંગ કરવામા અને સાલા અડી જાય તોય એમને તો કઇ નઇ પણ આપણ ને તકલીફ..

                     ચોથો નંબર આવે છે ફોમ્મ મા આવેલા શટલ રિક્શા વાળાઓ તથા લોડિંગ રિક્શા વાળાઓ નો કારણ કે શટલ રિક્શા વાળાઓ તેમનુ મ્યુઝીક સિસ્ટમ વગાડતા એવી રીતે જતા હોય કે જાણે કોઇ એમ્બ્યુલન્સ ઇમરજંસી મા જતી હોય,અને પાછી સ્ટાઇલ તો એવી કે જાણે પોતે કોઇ ઈમ્પોર્ટેડ ગાડી લઇ ને જતો હોય,જેમ કે બીએમડબલ્યુ,મર્સિડીઝ,ઔડી..અને લોડીંગ રિક્શા વાળા તો આપણ ને બીવડાવીને જ ચલાવતા હોય કે જાણે સામે વાળાને તો ઉડાવી જ દઊ..
  
                      પાંચમો નંબર આવે છે કલરીયાઓ નો,એટલે કે બાઇક લઇ ને સ્ટાઇલ મારવા વાળા સ્ટંટમેનો  નો  
કારણ કે એ લોકો ક્યાથી આવે છે અને ક્યા જાય છે તે તો બાજુમા ચાલતા વાહન ચાલક ને પણ નથી ખબર હોતી,મારા હારા સાપ ની જેમ બાઇક ને ચલાવે અને સ્ટંટ તો પાછા એવા કરશે ને કે એ ને જોઇ ને બીજા લોકો ડરી જાય..

                              

આ બધુ લિસ્ટ બધાને લાગુ નથી પડતુ પાછુ એટલે ખોટુ ન લગાડતા પાછા, આ તો મે જોયેલા દ્રશ્યો વર્ણવુ છુ,આ સાથે મારો સંદેશ એટલો જ છે કે ડ્રાઇવીંગ કરતી વખતે સાવચેતી રાખો, ટ્રાફિક ના નીયમો નુ પાલન કરો, જેથી કરીને કોઇ અકસ્માત નો ભોગ ન બનીએ....
                                                                                                                                                - અંકુર પટેલ